Original Gujarati OCR
વિશાળ સભાઓને સંબોધન કર્યું હતું. આ સભાઓમાં અંદાજે ગુજરાતના પાંચ લાખ
નાગરિકોએ સંઘર્ષના સંકલ્યપત્રનો ઉદ્ઘોષ કર્યો હતો અને બલિદાન માટેની પ્રતિજ્ઞા
પણ લીધી હતી.
આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જૈફ Gur પહોંચેલા ગાંધીવાદી આગેવાન
આચાર્ય શ્રી કૃપાલાનીએ પણ અથાગ પરિશ્રમ ઉઠાવ્યો હતો. તેમણે રપમી તારીખે
અમદાવાદમાં ગુ. યુનિ. કૅમ્પસની મુલાકાત લઇ વિદ્યાર્થીઓની એક વિશાળ રેલીને
સંબોધન કર્યું હતું અને હડતાળ તેમ જ જનતારેલીને સફળ બનાવવા સારુ તનતોડ
મહેનત કરવા માટે જંગે ચડવાની હાકલ કરી હતી.
“કેન્દ્રીય લોકસંઘર્ષ સમિતિ' તરફથી જાહેર સ્થળો ઉપર અને રાજમાર્ગો ઉપર
કટોકટી વિરુદ્ધનાં સૂત્રો અને સમાચારો લખવાનો કાર્યક્રમ અપાયો હતો. આ
કાર્યક્રમના અનુસંધાનમાં ગુજરાતમાં પણ ગામડે-ગામડે વિશાળ પાયા પર સૂત્રો
લખાયાં. સંઘના કાર્યકરોએ ગુજરાતનાં નાનામાં નાનાં ગામોમાં જઈને કટોકટી વિરુદ્ધ
સૂત્રો લખ્યાં અને કેટલાક અગત્યના સમાચારો લખવા માટે બ્લૅકબોર્ડ પણ બનાવ્યાં.
આ સૂત્રો લખવાનો કાર્યક્રમ એટલા વિશાળ પાયા પર થયો હતો કે શ્રીમતી
ગાંધીની કટોકટીની તરફદારી કરતા “બ્લિટ્ઝ' સાપ્તાહિકે સૂત્રોના નામે ગુજરાતની
મોરચા સરકાર સામે ઊહાપોહ જગાવવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રો લખેલ દીવાલોની
તસવીરો પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એક તરફ ગુજરાતી અને અંગ્રેજી “કરંટ',
“યૂ Ady, As, Wrz’ વગેરે ગુજરાત વિશે કાગારોળ મચાવતાં હતાં, તો
બીજી તરફ ગુજરાતના કોંગ્રેસી નેતાઓ જયરામભાઈ પટેલ, જશવંત મહેતા,
માધવસિંહ સોલંકી વગેરે પણ આ અંગે બુમરાણ મચાવતા હતા.
ગુજરાતમાં પ્રચારનો એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો. સંઘના કેટલાક
કાર્યકરોએ મળીને ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતીઆવતી રેલવે-ટ્રેનો અને બસોને
પ્રચારમાધ્યમ તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો. આ અંગે સંઘના જ એક કાર્યકર
શ્રી સુરેશ નિવાસકરની આગેવાનીમાં એક યુવાન કાર્યકરોની ટીમ તૈયાર કરવામાં
આવી.
ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને અમદાવાદથી હાવરા જતી બધી જ ગાડીઓ,
સાબરમતીથી ઊપડતા વારાણસી એક્સપ્રેસ, અમદાવાદથી દિલ્હી જતી ગાડીઓ,
સૌરાષ્ટ્રથી દિલ્હી માટે જોડાતા ડબ્બા, અમદાવાદથી ઉદયપુર, આબુ, Sade જતી.
૩૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
Addressed large gatherings. Approximately five lakhs from Gujarat in these meetings
Citizens proclaimed a manifesto of struggle and a pledge of sacrifice
Also took.
Jaif Gur reached Gandhian leaders to make these programs successful
Acharya Shri Kripalani also worked tirelessly. On the date of his death
Th in Ahmedabad. Univ. A huge rally of students visited the campus
Addressed and made a good effort to make the strike as well as the public rally a success
Jung called for climbing to work hard.
From “Central Lok Sangharsha Samiti” on public places and on highways
A program was given to write anti-crisis slogans and news. This
Pursuant to the program, slogans on a large scale from village to village in Gujarat as well
written. Sangh workers went to the smallest villages of Gujarat against the crisis
Wrote slogans and also made blackboards to write some important news.
The program of writing these sutras was done on such a large scale that Smt
Gujarat in the name of 'Blitz' weekly sources favoring Gandhi's crisis
The front tried to create excitement against the government. Walls with slogans
Pictures were also published. Gujarati and English “currents” on one hand,
"You Ady, As, Wrz' etc. used to make noise about Gujarat, so
On the other hand, Gujarat Congress leaders Jairambhai Patel, Jaswant Mehta,
Madhavsingh Solanki etc. were also making noise about this.
An innovative campaign experiment was conducted in Gujarat. Some of the union
Activists together with railway-trains and buses going from Gujarat to other states
Decided to use it as a propaganda medium. A worker of the union about this
In preparing a team of young workers under the leadership of Mr. Suresh Nivaskar
came
All trains from Gujarat to Maharashtra and Ahmedabad to Howrah,
Varanasi Express from Sabarmati, trains from Ahmedabad to Delhi,
Connecting trains from Saurashtra to Delhi, Ahmedabad to Udaipur, Abu, Sade.
32 Gujarat in conflict