Original Gujarati OCR
આ વિશાળ સરઘસ કાંકરિયા ફૂટબોલ મેદાન પર પહોંચી સભાના રૂપમાં
ફેરવાઈ ગયું હતું. પચાસસાઠ હજારથી પણ વધારે માનવમેદનીને જનતા સરકારના
નેતા શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે સવા કલાક સુધી સંબોધન કર્યું હતું. પોતાના
પ્રવચનમાં શ્રી બાબુભાઈએ નિર્ભયતાથી કટોકટી પર આકરા પ્રહાર કરી શ્રીમતી
ગાંધીનો ઉપહાસ કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. આનાથી “મોરારજી જેલમાં અને
બાબુભાઈ મહેલમાં'નાં સૂત્રો બોલતી જનતાને પોતાના નેતાની નિર્ભયતાનાં પ્રત્યક્ષ
દર્શન થયાં અને સંઘર્ષકાળમાં પણ નેતૃત્વ આપવાની તેમની નિર્ભયતા અને શક્તિ
જોઈ પ્રજા આપોઆપ જ ચેતનવંતી બની.
આ વિશાળ સભામાં શ્રી બાબુભાઈએ હાજર રહેલી જનમેદનીને સંકલ્પ
કરવાની અપીલ કરતાં પોતાના પ્રવચન દરમ્યાન જ એક લેખિત સંકલ્પપત્ર વાંચી,
જનમેદનીને ઊભી કરી તે પત્રનું પુનરુચ્ચારણ કર્યું. સંકલ્યપત્રમાં સ્પષ્ટ ઘોષણા
કરવામાં આવી હતી : “આજની આ જનતારેલીમાં ભાગ લઈ રહેલા અમે ભારતના
લોકશાહી પ્રજાસત્તાકના નાગરિકો, ભારતના રાષ્ટ્રપતિશ્રી સમક્ષ આગ્રહભરી માગણી
કરીએ છીએ કે દેશમાંથી કટોકટીની પરિસ્થિતિ તાકીદે ઉઠાવી લેવામાં આવે, અમારા
મૂળભૂત અધિકારો પાછા આપવામાં આવે, દેશમાં લોકશાહીની પુનઃસ્થાપના કરવામાં
આવે. આ માગણીનો સ્વીકાર થાય તે માટે શાંતિમય, બંધારણીય અને લોકશાહી
માર્ગે તમામ પુરુષાર્થ કરવાનો અમે સંકલ્પ કરીએ છીએ.”
આ દિવસે અમદાવાદની જેમ જ ગુજરાતના દરેક જિલ્લાના વડા મથકે મોરચા
સરકારના એકેએક મંત્રી અને લોકસંઘર્ષ સમિતિના એકેએક કાર્યકરે વિશાળ
સભાઓને સંબોધન કર્યું હતું. ખેડામાં શ્રી શંકરભાઈ વાઘેલા અને શ્રી હરીશ પટેલ,
મહેસાણામાં શ્રી મોતીભાઈ ચૌધરી, શ્રી જયંતીભાઈ બારોટ અને શ્રી ચંદુભાઈ રાવળ,
જૂનાગઢમાં શ્રીમતી હેમાબહેન આચાર્ય, ભાવનગરમાં શ્રી ચંદ્રકાંતભાઈ દરુ અને
શ્રી લલ્લુભાઈ શેઠ, ભરૂચમાં શ્રી મકરંદભાઈ દેસાઈ અને શ્રી કનુભાઈ શાહ, સુરતમાં
શ્રી પોપટલાલ વ્યાસ, સાબરકાંઠામાં શ્રી હરિસિંહ ચાવડા અને શ્રી દત્તાજી ચિરંદાસ,
પંચમહાલમાં શ્રી માણેકલાલ ગાંધી અને શ્રી આર.કે.અમીન, કચ્છમાં શ્રી મોહનસિંહ
ચઠવા, શ્રી લેખરાજ બચાણી તથા શ્રી શંકરસિંહ વાઘેલા, રાજકોટમાં શ્રી કેશુભાઈ
પટેલ, શ્રી અરવિંદભાઈ મણિયાર અને શ્રી ચીમનભાઈ શુક્લ, વલસાડમાં
ડૉ. કેશવભાઈ પટેલ તેમ જ સુરેન્દ્રનગરમાં શ્રી નવલભાઈ શાહ વગેરેએ આ રીતે
મોરચા મંત્રીમંડળ મેદાનમાં... ૩૧
English translation
This huge procession reached the Kankaria football ground in the form of a gathering
had turned. More than fifty-six thousand human sacrifices of the Janata government
Leader Shri Babubhai Jashbhai Patel addressed for quarter of an hour. own
In the lecture Shri Babubhai fearlessly attacked the crisis Smt
Nothing was left to mock Gandhi. This led to “Morarji in jail and
People chanting the slogans of 'Babubhai Mahal' are a direct demonstration of their leader's fearlessness
His fearlessness and strength to lead even in times of darshan and conflict
The people who saw it automatically became conscious.
Shri Babubhai resolved to the people present in this huge gathering
He read out a written resolution during his lecture, appealing to
Raised a public square and reiterated that letter. An express declaration in the memorandum
It was said: “We of India who are participating in this public rally today
Citizens of a democratic republic, an urgent demand before the President of India
Let the state of emergency be lifted from the country immediately, our
Fundamental rights should be given back, restoring democracy in the country
come Peaceful, constitutional and democratic to accept this demand
We resolve to do all the hard work along the way.”
On this day, like in Ahmedabad, every district headquarters of Gujarat marches
Every minister of the government and every worker of the Lok Sangharsh Samiti is huge
Addressed the meetings. Mr. Shankarbhai Vaghela and Mr. Harish Patel in Kheda,
Shri Motibhai Chaudhary, Shri Jayantibhai Barot and Shri Chandubhai Rawal in Mehsana,
Mrs. Hemabhen Acharya in Junagadh, Mr. Chandrakantbhai Daru in Bhavnagar and
Shri Lallubhai Sheth, Shri Makarandbhai Desai in Bharuch and Shri Kanubhai Shah, Surat
Mr. Popatlal Vyas, Mr. Harisinh Chavda and Mr. Dattaji Chirandas in Sabarkantha,
Shri Maneklal Gandhi and Shri RK Amin in Panchmahal, Shri Mohan Singh in Kutch
Chatwa, Mr. Lekhraj Bachani and Mr. Shankarsinh Vaghela, Mr. Keshubhai in Rajkot.
Patel, Shri Arvindbhai Maniyar and Shri Chimanbhai Shukla, in Valsad
Dr. Keshavbhai Patel as well as Shri Navalbhai Shah etc. in Surendranagar
Front Cabinet in Maidan... 31