Sangharsh ma Gujarat — Page 44

Original Gujarati OCR

એક વિશાળ સરઘસ નીકળ્યું હતું. આ સરઘસમાં બારડોલી આસપાસના
ગ્રામ્યવિસ્તારના નાગરિકો પણ જોડાયા હતા. સરદારની પ્રતિમા આગળ આ સરઘસે
શાંતિમય પ્રતિકાર માટેના શપથ લીધા હતા. વડોદરા અને નડિયાદમાં પણ વિશાળ
સભાઓ થઈ હતી.

૧૧મી જુલાઈએ અમદાવાદમાં ૨૫૦ જેટલા ભાઈઓએ રાષ્ટ્રની પરિસ્થિતિના
પ્રતીકરૂપે મોં પર તાળાં સાથેનું મૂક સરઘસ કાઢ્યું હતું. બીજે દિવસે રસ્તા પર
જતાંઆવતાં વાહનો પર બંધારણનું આમુખ ચોંટાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. વળી
સાંજે રૂપાલી સિનેમા પાસે અને રાયપુર ચકલામાં જાહેરમાં બંધારણના આમુખના
વાચનનો કાર્યક્રમ થયો હતો. લાલ દરવાજા પાસેના સરદાર બાગમાં વિદ્યાર્થી રેલીનું
આયોજન કરવામાં આવ્યું હતું.

૧૫મી તારીખથી શરૂ થનાર સત્યાગ્રહની આગલી રાતે આખાયે શહેરમાં
પંદર મિનિટ માટે dardd સફળ કાર્યક્રમ થયો હતો.

આ બધા કાર્યક્રમોની માહિતી સક્રિય કાર્યકરોને તો પહોંચાડવી સરળ હતી;
પરંતુ સામાન્ય પ્રજાજન સુધી આ વાત પહોંચે તે માટે સંઘના સ્વયંસેવકો વ્યવસ્થિત
રીતે પ્રયત્ન કરતા હતા. દરેક વોર્ડના બ્લૅકબોર્ડ ઉપર દરેક નવા સમાચારો અને
કાર્યક્રમની સૂચના નિયમિત રીતે લખાતાં હતાં.

જનજાગરણમાં સૌરાષ્ટ્ર પણ પાછળ ના રહ્યું. કચ્છના રાપર જેવડા નાના
ગામમાં પણ કાળા વાવટા સાથે વિરાટ સરઘસ નીકળ્યું. રાજકોટમાં વિશાળ રેલી
અને સભા યોજાયાં, ઉપરાંત દરરોજ જુદાં જુદાં સ્થાનો પર ગુપ્ત મીટિંગો કરી
લોકશિક્ષણના કાર્યક્રમો થયા. સાવરકુંડલાએ તો એક ભૂગર્ભપત્રિકા પણ છાપીને
પ્રસિદ્ધ કરી દીધી. વડનગર જેવા નાના ગામમાં ડૉ. વસંત પરીખે એક વિશાળ સભાને
સંબોધી.

આમ, ૧૫મી તારીખથી પ્રારંભ થનાર સત્યાગ્રહ પૂર્વે જ ગુજરાતના ગામડે
ગામડે વાતાવરણમાં ગરમી આવતી ગઈ.

ગુજરાતમાં સભાસરઘસ પર પ્રતિબંધ ન હોવાને કારણે સત્યાગ્રહનું સ્વરૂપ
પણ વિશિષ્ટ હતું. જો સેન્સરશિપના કાનૂનનો ભંગ કરવામાં આવે તો જ ધરપકડ
શક્ય બને... તેથી ગુજરાતમાં સત્યાગ્રહ દરમ્યાન સેન્સર કરાવ્યા વગરની છાપેલી
પત્રિકાઓનું જાહેરમાં વાચન કરીને સત્યાગ્રહ થતો.

૨૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

A huge procession took place. The procession around Bardoli
Citizens of rural areas also joined. In front of the statue of Sardar this procession
A vow of peaceful resistance was taken. Also large in Vadodara and Nadiad
Meetings were held.

On 11th July in Ahmedabad, about 250 brothers of the situation of the nation
A silent procession with locks on the mouth was taken out as a symbol. Next day on the road
A program was held to stick the preface of the Constitution on the vehicles. Also
In the evening near Rupali Cinema and public launch of the Constitution at Raipur Chakla
Reading program was held. Student rally at Sardar Bagh near Lal Darwaza
was planned.

All over the city on the eve of Satyagraha starting on the 15th
For fifteen minutes dardd was a successful program.

Information on all these programs was easy to convey to activists;
But the volunteers of the Sangh organized to reach the common people
were trying to Every new news on the blackboard of each ward and
Program notices were written regularly.

Saurashtra also did not lag behind in public awareness. As small as rappers from Kutch
A huge procession took place in the village also with black vata. Huge rally in Rajkot
and held meetings, besides holding secret meetings at different places every day
Public education programs were held. Savarkundla even printed an underground pamphlet
Published. In a small village like Vadnagar, Dr. A large gathering at Vasant Parikh
Addressed.

Thus, just before the satyagraha that will start on the 15th, in a village in Gujarat
The atmosphere in the village became hot.

A form of satyagraha due to no ban on assembly processions in Gujarat
But it was special. Arrest only if censorship laws are violated
As possible... so printed uncensored during Satyagraha in Gujarat
Satyagraha was done by reading pamphlets in public.

28 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 44