Original Gujarati OCR
જામીન અરજી એક માસ સુધી પેન્ડિંગ રાખવામાં આવી હતી. ત્યાં સુધી તેમને જેલમાં
જ રહેવું પડ્યું હતું. આમ આ મીટિંગમાં અનેક પ્રકારની માહિતી પ્રાંત-કેન્દ્રને મળી
ગઈ.
હવે નવી પરિસ્થિતિમાં કાર્ય કઈ રીતે ગોઠવવું તેનો વિચાર પણ થયો. બીજો
એક અગત્યનો નિર્ણય એ લેવાયો કે સંઘના બધા જ સ્વયંસેવકોએ “લોકસંઘર્ષ
સમિતિ'ના કાર્યકર તરીકે કામ કરવું અને સંઘર્ષ સમિતિનાં બધાં જ કાર્યો સક્રિય
રહીને સફળ બનાવવાં.
- પ્રતિબંધ હોવા છતાં પણ સંગઠનને જાળવી રાખવા માટે જુદા જુદા નામની
રમતગમતની ક્લબો, ભજનમંડળીઓ, સેવામંડળો વગેરેની રચના કરી, નવા
સ્વરૂપમાં સંઘપદ્ધતિ પ્રમાણે દૈનંદિન એકત્રીકરણના કાર્યક્રમો ચાલુ રાખવા.
- નિયમિત રીતે લોકોને મળી સમાચારો પહોંચાડવા. સ્વયંસેવકો દ્વારા નિર્ભય
વ્યવહાર થાય, જેથી સંપૂર્ણ સમાજને નિર્ભીક બનાવી શકાય.
- દરેક અઠવાડિયે વિભાગમાંથી એક કાર્યકર પોતાના વિભાગના સંઘ અંગેના
અને સંઘર્ષ અંગેના સમાચારો લઈને અમદાવાદ આવે. પાછા જતાં પોતાની
સાથે કેન્દ્રની સૂચનાઓ તેમ જ સાહિત્ય વિભાગને માટે લેતા જાય.
- આ માટે અમદાવાદમાં એક શ્રીમાન રૂ જેઓ નાના ઉદ્યોગપતિ છે, તેમની
ઓફિસે મળવાનું નક્કી થયું.
- મળવા આવનાર માટે એક “કોડ વર્ડ' નક્કી કરવામાં આવ્યો. ઓફિસમાં
નિયમિત રીતે સંઘના એક પ્રચારક શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ ઉર્ફે શ્રી બટુકભાઈ
મળશે તેવો નિર્ણય લેવાયો.
- દરેક વિભાગ-કેન્દ્રમાં પણ આવી ગુપ્ત ઓફિસો બનાવવી, જ્યાં જિલ્લાની
માહિતી એકઠી થાય.
- ભૂસર્ભ કાર્યકરો તેમ જ ભૂગર્ભના કામમાં આવનાર ખુલ્લેઆમ કામ કરનાર
કાર્યકરોને નવાં નામો આપવામાં આવ્યાં.
આવી અનેક પ્રકારની ઝીણવટભરી વ્યવસ્થાઓ ગોઠવી કાર્યકરો છૂટા પડ્યા.
પ્રથમ ભૂગર્ભ બેઠક નિર્વિઘ્ને પૂરી થયાનો સૌને સંતોષ હતો - જોકે પાછળથી અમે
સૌ આવી મીટિંગોથી ટેવાઈ પણ ગયા.
૨૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
The bail application was kept pending for a month. Until then jail them
Had to stay. Thus in this meeting many kinds of information was received by the province-centre
gone
Now there was an idea of how to organize the work in the new situation. the second
An important decision was taken that all the volunteers of the Sangh should participate in the “Loksangharsh
Working as a committee worker and active in all the functions of Sangharsh Samiti
To be successful.
- Different names to maintain organization despite ban
Sports Clubs, Bhajan Mandals, Seva Mandals etc. formed, new
Continuation of day-to-day mobilization programs as per union system in form.
- Regularly deliver news to people. Undaunted by volunteers
Practice, so that the entire society can be made fearless.
- Every week one worker from the department about the union of his department
And come to Ahmedabad with news about the conflict. Going back to himself
Along with the instructions of the center as well as the literature department.
- For this, a Mr. Rs who is a small businessman in Ahmedabad
It was decided to meet at the office.
- A “code word” was set for the visitor. in the office
Regularly one of the campaigners of the Sangh was Shri Mahendrabhai Bhatt alias Shri Batukbhai
It was decided to meet.
- Creation of such Secret Offices in each Division-Centre as well, where District
Information is gathered.
- Underground workers as well as open workers who come to work underground
Workers were given new names.
After setting up many such elaborate arrangements, the workers left.
Everyone was satisfied that the first underground meeting went off without a hitch - although later we
Everyone got used to such meetings.
26 Gujarat in conflict