Sangharsh ma Gujarat — Page 41

Original Gujarati OCR

જવાની સૂચના મળે છે. નિશ્ચિત સમય સુધીમાં બધા પહોંચી જાય છે. એકત્ર થયેલ
બધા જ ડી.આઈ.આર. માટેના વોન્ટેડ લિસ્ટ પૈકીના જ સંઘના પ્રચારકો છે.

પોલીસ તેમ જ પરિચિતોની નજરથી બચવા સૌએ આવશ્યક વેશપરિવર્તન
કરેલું છે. અવાજ બહાર ન જાય એ માટે બંધ બારી પાસે રેડિયો ચાલુ કરીને મૂક્યો
છે. બધા જ પ્રકારની ચકાસણી કર્યા પછી મીટિંગનો પ્રારંભ...

આવા વખતે ઓછા સમયમાં વધારે કાર્ય પતાવવાનું હોય છે. મીટિંગમાં
ગુજરાતના બધા જ જિલ્લાઓની વિગતવાર માહિતી મળતી ગઈ. ગુજરાતનાં પ્રમુખ
નગરોમાંથી સંઘના જિલ્લા સ્તરના કાર્યકર્તાઓને પકડવામાં આવ્યા હતા. સંઘના
પ્રચારકોની શોધખોળ ચાલુ હતી. પ્રાંતમાંથી સંઘનાં બાવીસ કાર્યાલયો પર પોલીસે
દરોડા પાડી પોતાનો કબજો જમાવ્યો હતો. પ્રાંતમાંથી પ્રતિબંધિત સંસ્થાઓના કુલ
૧૬૭ કાર્યકર્તાઓને ડી.આઈ.આર. હેઠળ પકડવામાં આવ્યા હતા, જે પૈકી ૧૪૧
કાર્યકરો સંઘના હતા.

અન્ય સંસ્થાઓમાં મુખ્યત્વે આનંદમાર્ગ, પ્રાઉટિસ્ટ બ્લૉક અને wud
ઇસ્લામીનો સમાવેશ થતો હતો. આનંદમાર્ગના કાર્યકરો ખાસ કરીને હિંમતનગર,
સુરત, ભુજ અને અમદાવાદના હતા; જ્યારે જમાતે ઇસ્લામીના કાર્યકરો અમદાવાદ,
વડોદરા અને ધોળકામાંથી પકડવામાં આવ્યા.

સંઘના પકડાયેલા કાર્યકર્તાઓમાં અમદાવાદમાંથી પ્રાંત-પ્રચારક શ્રી કેશવરાવ
દેશમુખ, પ્રાંત-કાર્યવાહ શ્રી રતિભાઈ શાહ, નગરસંઘચાલક ડૉ. આર. કે. શાહ, પ્રાંત
વ્યવસ્થા-પ્રમુખ શ્રી બચુભાઈ ભગત, રાજકોટમાંથી પ્રાંત-સંઘચાલક ડૉ. પી.વી. દોશી,
પ્રાંત શારીરિક પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મણિયાર, વિભાગ-કાર્યવાહ શ્રી યશવંતભાઈ
ભટ્ટ, સુરતથી વિભાગ-કાર્યવાહ શ્રી ચંપકભાઈ સુખડિયા, વડોદરાથી વિભાગ
સંઘચાલક શ્રી બાબુભાઈ ઓઝા, જિલ્લા-કાર્યવાહ શ્રી શરદભાઈ ભોસેકર ઉપરાંત
બીજા અનેક સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી હતી.

કેટલાંક સ્થાનો પર પકડાયેલ કાર્યકરોને સાથે રાખી કાર્યાલયોની ઝડતી
લેવામાં આવી. અગત્યની ફાઇલો વગેરે સરકારે તપાસ માટે કોર્ટમાં રજૂ પણ કરી.
૪થીએ પકડાયેલ ઘણા કાર્યકરોને ૭મી સુધી જામીન પર પણ છોડવામાં નહોતા
આવ્યા. પાછળથી મળેલ માહિતી પ્રમાણે ઘણા કેસમાં પંદર દિવસ સુધી જામીન
અરજી મંજૂર કરવામાં નહોતી આવી. વેરાવળમાં તો એડવોકેટ શ્રી કિશોર કોટકની
પ્રથમ ભૂગર્ભ બેઠક ૨પ

English translation

Notice to go. All are reached by the fixed time. collected
All D.I.R. Sangh preachers are among the wanted list for

Disguise is essential for everyone to avoid the police and acquaintances
done Put the radio on near a closed window to keep the sound out
is After all the checks the meeting starts...

At such times more work has to be done in less time. in the meeting
Detailed information of all the districts of Gujarat was available. President of Gujarat
District level workers of the Sangh were arrested from the towns. of the Union
The search for the preachers was on. Police at twenty-two union offices from the province
He raided and took possession of himself. Total of Prohibited Institutions from the Province
167 workers were given D.I.R. were caught under, out of which 141
The workers belonged to the union.

Among other institutions mainly Anandmarga, Proutist block and wud
Islami was included. Activists of Anandmarga especially Himmatnagar,
were from Surat, Bhuj and Ahmedabad; While Jamaat-e-Islami workers in Ahmedabad,
Arrested from Vadodara and Dholka.

Among the arrested workers of the Sangh was Mr. Keshavrao, the provincial-pracharak from Ahmedabad
Deshmukh, Provincial Executive Mr. Ratibhai Shah, Nagar Sanghchalak Dr. R. K. Shah, Province
Arrangement-President Mr. Bachubhai Bhagat, Province-Union Dr. from Rajkot. PV guilty,
Provincial Physiological President Mr. Praveenbhai Maniyar, Department-Activity Mr. Yashwantbhai
Bhatt, Division from Surat-Karyavah Shri Champakbhai Sukhdia, Division from Vadodara
Besides Sanghchalak Shri Babubhai Ojha, District-Executive Shri Sharadbhai Bhosekar
Several other volunteers were arrested.

At some places, the offices were occupied with the arrested workers
was taken The government also produced important files etc. in the court for investigation.
Many activists arrested on the 4th were not even released on bail until the 7th
came Bail up to fifteen days in many cases as per later information
The application was not approved. Advocate Mr. Kishore Kotak in Veraval
First underground meeting 2p

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 41