Sangharsh ma Gujarat — Page 40

Original Gujarati OCR

પ્રથમ ભૂગર્ભ બેઠક
એ ઉ નક કર્યા પ્રમાણે પ્રતિબંધ આવે તેના ત્રીજા દિવસે
રાત્રે સંઘના વિભાગ-પ્રચારકોની એક બેઠક ૭મી જુલાઈએ
અમદાવાદમાં યોજાઈ.
સંઘમાં “પ્રચારક' એ શબ્દથી બધા પરિચિત છે; પણ
બહારના લોકોને તેની બહુ જાણ નથી. પોતાનાં ઘરબાર, કુટુંબ
વગેરે છોડીને કેવળ સંઘકાર્ય માટે ચોવીસે કલાક પ્રવૃત્ત રહેનાર
વ્યક્તિઓનો આ વર્ગ દેશભરમાં વ્યાપેલો છે. ભૂગર્ભવાસમાં
પ્રચારકો જે રીતે આગળ આવ્યા અને ભૂગર્ભપ્રવૃત્તિને તેમણે
જે રીતે આગળ ધપાવી તેનાથી તો શ્રી મોરારજીભાઈ પણ
પ્રભાવિત થયા હતા, એવા આ પ્રચારકોની ગુજરાતમાં આ સૌથી
પહેલી બેઠક હતી.
મોરચાની લોકશાહી સરકાર હોવા છતાં પણ ગુજરાતની
પોલીસ કટોકટીના મૂડમાં હતી. વળી સંઘ એક પ્રતિબંધિત સંસ્થા
હોઈ તેના કાર્યકરો કોઈ મીટિંગ રાખે તો તેમને સાત વર્ષની
સજાની જોગવાઈ હતી. આ બધી શક્યતાઓનો વિચાર કરી
મીટિંગ માટે આવશ્યક કાળજી લેવામાં આવી.
૭મી જુલાઈની રાત્રે ૮-૩૦ વાગે મણિનગરના એક
કાર્યકરનું ઘર અમારી મીટિંગનું સ્થળ...
ઘરનો આગળનો દરવાજો બંધ છે, આગળના રૂમની
લાઈટ પણ બંધ! મકાનની બહારના ચોકમાં પરિવારનાં એક
બહેન અંધારામાં બેઠાં છે. બહારથી આવનાર દરેક નવી વ્યક્તિ
ધીમે રહીને એક “કોડ વર્ડ' કહે છે... અંદર પાછલા દરવાજેથી
૨૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

First underground meeting
As mentioned, on the third day after the ban comes
A meeting of the department-propagandists of the Union at night on 7th July
Held in Ahmedabad.
Everyone is familiar with the term “evangelist” in the Sangha; but
Outsiders don't know much about it. own household, family
Leaving etc. and being active round the clock only for Sangh work
This class of persons is spread all over the country. In the underground
The way the preachers came forward and the underground movement
Even Mr. Morarjibhai by the way he pushed forward
These preachers who were influenced, this is the most in Gujarat
It was the first meeting.
Even though there is a democratic government of Morcha, of Gujarat
The police were in an emergency mood. Also Sangh is a restricted organization
If its workers hold any meetings, they are seven years old
There was provision for punishment. Considered all these possibilities
Necessary care was taken for the meeting.
One of Maninagar at 8-30 pm on 7th July
A worker's house is our meeting place...
The front door of the house is closed, to the front room
Turn off the light! One of the family in the square outside the building
The sister is sitting in the dark. Every new person coming from outside
Says a "code word" slowly... through the back door
24 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 40