Original Gujarati OCR
ગુજરાતના અનેક જાણીતા આગેવાનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો.
જનતા સાથે જનતા-મોરચો
એ દિવસોમાં ગુજરાત સરકાર તૂટવાના ભણકારાઃ વાગી રહ્યા હતા. સરકાર
સહેજ પણ માથું ઊંચકે તો તેની પર આફત ઊતરી આવે તે નિશ્ચિત હતું. આવી
વિષમ સ્થિતિ હોવા છતાં પણ સરકારે પ્રતિકારનો પ્રારંભ કરવાનો નિર્ધાર કર્યો,
પરિણામે ગુજરાત સરકારે Mav અને જાહેરસભાઓ પરના પ્રતિબંધની કેન્દ્રની
વાત માન્ય ન રાખી. પ્રતિકારના પ્રથમ પગલા તરીકે ૩૦મી જૂને મળેલ ગુજરાત _
જનતા-મોરચા વિધાનસભા પક્ષે કટોકટીના વિરોધમાં એક ઠરાવ પસાર કર્યો. આ
ઠરાવમાં શાંત પ્રતિકાર કરી રહેલ ગુજરાતની જનતાનું અભિવાદન કરવામાં આવ્યું
અને લોકશાહીની પુનઃસ્થાપના અર્થે ચાલનાર શાંત અને અહિંસક લડતને પોતાનો
સક્રિય ટેકો જાહેર કરવામાં આવ્યો.
મોરચા-સરકાર હોવાને કારણે આમ તો ગુજરાતના નાગરિકો કટોકટીના
કારમાં પ્રભાવથી મુક્ત હતા. નાગરિક તરીકેના તેમના અધિકારો સુરક્ષિત હતા; પરંતુ
દિવસરાત અપપ્રચારનો ધોધ વરસાવતાં રેડિયો અને ટી.વી. સહુને આંખના કણાની
જેમ ખૂંચતાં હતાં.
ગુજરાતે આકાશવાણી સામે વિરોધ વ્યક્ત કરવાનું નક્કી કર્યું. અમદાવાદ,
વડોદરા, રાજકોટ અને ભુજનાં આકાશવાણી કેન્દ્રો સામે “લો. સં. સમિતિ'ના
કાર્યકરોએ ધરણાંનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં સેંકડો યુવાનો જોડાયા.
અમદાવાદના આકાશવાણી કેન્દ્ર સામે “જનવાણી' પરથી એક ખાસ સમાચાર-
બુલેટિન પ્રસારિત કરવાનો એક પ્રતીકાત્મક કાર્યક્રમ પણ થયો.
શહીદોની સ્મૃતિમાં...
દેશ પર આવી પડેલ કૃત્રિમ આફતના મૂળમાં ગુજરાતના નવનિર્માણના
શહીદોની શહાદત અતૂટપણે જોડાયેલ છે. “ગુજરાત લોકસંઘર્ષ સમિતિ'એ વિશિષ્ટ
પ્રકારના ભાવાત્મક કાર્યક્રમનો કોલ આપ્યો. ગુજરાતની જનતા નવ-નિર્માણના
શહીદોના સ્મારકો પાસે જઈને પ્રજાતંત્રની પુનઃસ્થાપના માટેના પ્રતિકારની પ્રતિજ્ઞા
લે એવો નિર્ણય થયો.
૧૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
Many well-known leaders of Gujarat registered their opposition.
Janata-front with the Janata
In those days, there were signs of the collapse of the Gujarat government. Govt
If he raised his head even slightly, disaster was sure to befall him. came
Despite the odds, the government decided to launch a resistance.
As a result, the Gujarat government imposed a ban on Mav and public meetings
Do not accept the matter. Gujarat met on 30th June as the first step of resistance.
The Janata-Morcha Assembly Party passed a resolution protesting the Emergency. This
The resolution hailed the people of Gujarat who are resisting peacefully
And own the peaceful and non-violent struggle for the restoration of democracy
Active support was announced.
Due to the front-government, the citizens of Gujarat are in crisis
The car was free of influence. Their rights as citizens were protected; But
Radio and T.V. raining waterfall of propaganda day and night. All eyeballs
As they were shaking.
Gujarat decided to protest against Akashvani. Ahmedabad,
Against the Akashvani centers of Vadodara, Rajkot and Bhuj of the “Lo
Activists staged a sit-in. Hundreds of youth participated in this program.
A special news from "Janvani" in front of Akashvani Center of Ahmedabad-
A symbolic program of bulletin circulation also took place.
In memory of martyrs...
At the root of the artificial calamity that has befallen the country is the restructuring of Gujarat
The martyrdom of the martyrs is inextricably linked. Specializing in “Gujarat Lok Sangharsh Samiti”.
Called a kind of emotional program. Janata Nav-Nirmana of Gujarat
Pledge of resistance to restoration of republic by visiting martyrs' memorials
It was decided to take.
18 Gujarat in conflict