Sangharsh ma Gujarat — Page 33

Original Gujarati OCR

પ્રતિકારનું પહેલું ચરણ !

૨1ફરૂઆતના ઉશ્કેરાટ પછી સ્વસ્થ રીતે વિચારીને આગળ
વધવાની સ્થિતિ પેદા થઈ હતી. “કેન્દ્રીય લોકસંઘર્ષ સમિતિ”
તરફથી વ્યક્તિગત સત્યાગ્રહનો કાર્યક્રમ જાહેર થયો.

અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે “ગુજરાત સર્વોદય
મંડળ'ની એક બેઠક અમદાવાદમાં હતી. આ બેઠકમાં શ્રીમતી
ગાંધીના બિનલોકશાહી પગલાનો વિરોધ કરવામાં આવ્યો. એમાં
ગુજરાતમાં ગાંધીચીંધ્યા માર્ગે અહિંસક રીતે વ્યાપક પ્રતિકાર
કરવાનો અને પ્રજાને જાગ્રત કરવાનો પણ નિર્ણય લેવાયો.

ગુજરાતમાં મોરચા સરકાર હોવાને કારણે
સભાસરઘસની બંધી નહોતી. .૨૯મી જૂને સાંજે અમદાવાદમાં”
રાજભવન પર કૂચ લઈ જવાનો કાર્યક્રમ યોજાયો. કુ. મણિબહેન
પટેલ અને શ્રી ભોગીભાઈ ગાંધીની આગેવાનીમાં યોજાયેલ આ
કૂચમાં ૫,૦૦૦ નાગરિકોએ ભાગ લીધો. કેન્દ્ર સરકારના
પ્રતિનિધિ તરીકે બિરાજતા ગુજરાતના રાજ્યપાલ શ્રી કે. કે.
વિશ્વનાથનને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. એમાં કટોકટી
તત્કાળ ઉઠાવી, લોકતંત્રની પુનઃસ્થાપના કરવાની માગણી
કરવામાં આવી. ગુજરાતના પ્રજાજનોની ઇચ્છા કેન્દ્ર સરકાર
સુધી પહોંચાડવાની રાજ્યપાલશ્રીને વિનંતી પણ કરવામાં આવી.

ગુજરાતના વયોવૃદ્ધ લોકસેવક પૂ. રવિશંકર મહારાજે
શ્રીમતી ગાંધીને એક તાર કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી.
રાષ્ટ્રના અને શ્રીમતી ગાંધીના બન્નેના હિતમાં લોકતંત્રની
પુનઃપ્રતિષ્ઠા કરવાની તેમણે માગણી કરી. આ સિવાય પણ
પ્રતિકારનું પહેલું ચરણ ! ૧૭

English translation

The first step of resistance!

21 After the initial flurry, proceed with healthy thinking
A growing condition was created. "Central People's Struggle Committee"
A program of personal satyagraha was announced from

As per the pre-determined program “Gujarat Sarvodaya
One meeting of the Mandal was in Ahmedabad. In this meeting Smt
Gandhi's undemocratic move was opposed. In that
Massive non-violent resistance along the Gandhichindhya route in Gujarat
It was also decided to do this and to alert the people.

Due to the Morcha government in Gujarat
The procession was not restricted. .on the evening of 29th June in Ahmedabad”
A procession was held at the Raj Bhavan. Mrs. Manibehan
Patel and Shri Bhogibhai Gandhi led this
5,000 citizens participated in the march. of Central Govt
Governor of Gujarat Mr. K. K.
An application form was given to Viswanathan. A crisis in it
Demanding immediate restoration of democracy
was done. The will of the people of Gujarat Central Govt
A request was also made to the Governor.

Elderly Lok Sevak of Gujarat Ravi Shankar Maharaj
Expressed his grief by sending a telegram to Mrs. Gandhi.
Democracy in the interest of both the nation and Mrs. Gandhi
He demanded restoration. Apart from this
The first step of resistance! 17

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 33