Sangharsh ma Gujarat — Page 31

Original Gujarati OCR

વ્યવસ્થાતંત્ર ગોઠવાઈ ગયું. સંઘની હંમેશ મુજબ ચાલતી ઓફિસોમાં કામ કરવાનું
બંધ કરી દેવામાં આવ્યું. ત્યાં જ ૩૦મી જૂને શ્રી બાળાસાહેબ દેવરસની ધરપકડના
સમાચાર આવી ગયા. હવે સંઘ પર પ્રતિબંધ આવશે તે નિશ્ચિત થઈ ગયું હતું.

કેન્દ્રમાં બચી ગયેલા નેતાઓ તેમ જ ૨૬ જૂનથી ભૂગર્ભમાં ગયેલા “કેન્દ્રીય
લોકસંઘર્ષ સમિતિ'ના મંત્રી શ્રી નાનાજી દેશમુખ વગેરે દેશનાં બધાં રાજ્યો સાથે
સંપર્ક સાધવા માટે પ્રયત્નશીલ હતા. શરૂઆતના દિવસોમાં દિલ્હીમાં રહીને જ આ
કાર્ય ગોઠવવું ઘણું અઘરું હતું. દિલ્હીમાં રહેતા ભૂગર્ભ નેતાઓ માટે પણ પરસ્પર
સંપર્ક શક્ય નહોતો બન્યો. આ કાર્યમાં ગુજરાત કેટલું ઉપયોગી બની શકે તેની
શક્યતાઓ જોવા દિલ્હીથી જનસંઘના એક ભૂગર્ભ કાર્યકર શ્રી રામભાઈ ગોડબોલે
અમદાવાદ આવી પહોંચ.

તેમની પાસે દિલ્હીની વિગતવાર માહિતી હતી. તેમણે ગુજરાતના બધા જ
રાજકીય આગેવાનોની મુલાકાત લઈને નવી પરિસ્થિતિ અંગે વિચારવિમર્શ કર્યો.
ગુજરાતની સાનુકૂળ પરિસ્થિતિનો લડતમાં કેટલો ઉપયોગ કરી શકાય તેનો પણ
વિચાર થયો. તેમના આવવાથી ગુજરાત માટે દિલ્હીમાં રહેતા નાનાજી દેશમુખ સાથે
સંપર્ક સ્થાપિત કરવાનું શક્ય બન્યું.

નવી પરિસ્થિતિનો વિચાર કરી, નવી જ વ્યૂહરચના ઘડી કાઢવા માટે
અમદાવાદમાં ગુજરાત જનસંઘના પ્રાંતભરના કાર્યકરોની એક બેઠક યોજાઈ.

આ બેઠકમાં એક બાબતે તો સર્વસંમતિ હતી કે શ્રીમતી ગાંધી ગુજરાત સરકારને
પદભ્રષ્ટ કરીને સૂતેલા નાગને છંછેડવાનું દુષ્કૃત્ય નહીં કરે. બીજો મત એ હતો કે શ્રીમતી
ગાંધી મોરચા સરકારને પદભ્રષ્ટ કરવા કરતાં પોતાની સ્થિતિ મજબૂત બન્યા પછી
પક્ષપલટા દ્વારા મોરચા સરકારને પરાસ્ત કરવાનું વધુ યોગ્ય માનશે.

આ શક્યતાઓ છતાં આવી પડનાર કોઈ પણ સંકટનો મુકાબલો કરવા માટેનો
વિચાર પણ થયો.

ગુજરાત માટે હવે કટોકટી સામે બે પ્રકારે કામ કરવાની સ્થિતિ નિર્માણ થઈ.

પ્રથમ તો ગુજરાતની પ્રતિકારશક્તિને સતત ચેતનવંતી રાખવાનું... બીજું કાર્ય હતું
દેશનાં અન્ય રાજ્યોમાં પ્રારંભ થયેલા ભૂગર્ભ આંદોલન અને ભૂગર્ભ કાર્યકરો wa
સંબંધ રાખી દેશ સાથે અનુસંધાન જોડવાનું. પ્રથમ, પ્રતિકારશક્તિને ચેતનવંતી રાખવા
માટે “ગુજરાત લોકસંઘર્ષ WAL’ ખૂબ જ સક્રિય હતી, જ્યારે કેન્દ્ર તેમ જ અન્ય રાજ્યો
અણધાર્યો આઘાત અને પ્રતિકારનો પ્રારંભ ૧૫

English translation

The system was set up. To work in the regular offices of the Union
was closed. Sri Balasaheb Devaras was arrested there on 30th June
The news arrived. Now it was certain that the Sangh would be banned.

The leaders who survived in the center as well as the "central" who went underground from June 26
Shri Nanaji Deshmukh, Minister of Lok Sangharsh Samiti, etc. with all the states of the country
Tried to get in touch. While staying in Delhi in the early days, this
Organizing the work was very difficult. Also mutual for underground leaders living in Delhi
Contact was not possible. How useful Gujarat can be in this work
Mr. Rambhai Godbole, an underground worker of Jan Sangh, came from Delhi to see the possibilities
Reach Ahmedabad.

He had detailed information about Delhi. All of them from Gujarat
Discussed the new situation by meeting the political leaders.
Also how much the favorable situation of Gujarat can be used in the fight
The thought occurred. With his coming to Gujarat with Nanaji Deshmukh living in Delhi
It was possible to establish contact.

To think of a new situation, to devise a new strategy
A meeting of Gujarat Jan Sangh workers from across the province was held in Ahmedabad.

In this meeting, there was consensus on one thing that Mrs. Gandhi to the Gujarat government
One does not commit the evil act of teasing a sleeping serpent by overthrowing him. Another view was that Smt
After the Gandhi Morcha strengthened its position rather than overthrowing the government
The Front would consider it more appropriate to topple the government through defection.

Despite these possibilities to face any crisis that may arise
The thought occurred.

For Gujarat now two ways of working against the crisis have been created.

First, to keep the resistance of Gujarat constantly conscious... was another task
The underground movement and underground workers wa started in other states of the country
To relate to the country. First, keeping resilience conscious
For “Gujarat Lok Sangharsh WAL' was very active, while the Center as well as other states
Initiation of unexpected trauma and resistance 15

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 31