Sangharsh ma Gujarat — Page 25

Original Gujarati OCR

અમદાવાદમાં બૌદ્ધિકોની એક રાજકીય પરિષદ યોજાઈ. ગુજરાતના વિરોધપક્ષો
એકત્ર થઈને કેવી રીતે ચૂંટણી લડે એ વિશે તેમાં ચર્ચાવિચારણા થઈ ને તેમાંથી
જ “લોક્સંઘર્ષ સમિતિ'નો જન્મ થયો.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોથી એ હકીકત સૌને
સમજાઈ ગઈ હતી કે વિરોધપક્ષોએ એકત્ર થવું અનિવાર્ય છે. ગુજરાતની જનતા
પણ આ દિશામાં વિરોધપક્ષોને આગળ ખેંચી લાવવા માટે કૃતનિશ્ચયી હતી. જનસંઘની
AML કારોબારીએ જમ્મુની બેઠકમાં મોરચાની આવશ્યકતાનો સ્વીકાર કરી, ધીરે
ધીરે બધા પક્ષો સાથે હાથ લંબાવવાની પહેલ કરી. પક્ષો “જનતા મોરચા'ને નામે
એકત્ર થયા.
-ઈન્દિરાને ચોથી પછાડ
આઝાદી પછી પહેલી વાર “એક વિરુદ્ધ એક' એમ ચૂંટણીજંગ લડવાનું માન
ગુજરાતને ફાળે ગયું. શ્રીમતી ગાંધી પણ આ પડકારને, તેની ગંભીરતાને સમજી
ગયાં. ચૂંટણીનો પરાજય તેમના માટે અસ્તિત્વના પ્રશ્નો ઊભા કરશે તે સમજવું તેમના
માટે મુશ્કેલ નહોતું, આથી જ ગુજરાતની ચૂંટણીઓ જીતવા માટે તેમણે અભૂતપૂર્વ
પ્રયત્ન કરી પોતાની પ્રતિષ્ઠાને હોડમાં મૂકી. દિનરાત અવિરત મહેનત કરી, સો કરતાં
પણ વધારે સભાઓ યોજીને જનતાને પોતાની તરફ વાળવાનો ઝંઝાવાતી, છતાં
નિષ્ફળ પ્રયત્ન કર્યો. કોઈ પણ ઉપાયે ગુજરાતને જીતવાના કોંગ્રેસના પ્રયાસો સફળ.
ન થયા, “ગુજરાતી વહુ'નાં કામણ ખપ ન લાગ્યાં.
ગુજરાતની જનતાએ પોતાનું મન કળાવા ન દીધું અને સતત ચોથી વાર
ગુજરાતની જનતાએ ઇન્દિરાને પછાડ ખવડાવી, જનતા મોરચાને તિજયી બનાવ્યો.
૧૨મી જૂન ૧૯૭૫નો દિવસ ભારતના લોકતંત્રને નવી દિશા આપનાર પુરવાર થયો.
ગુજરાતના જનઆંદોલનને અને સામાન્ય નાગરિકના આક્રોશને દબાવવા માટે
શ્રીમતી ઇન્દિરા ગાંધી અને તેમના સાથીદારોએ પોતાનાં બધાં જ શસ્ત્રોનો ઉપયોગ
કર્યો, પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ નીવડ્યાં અને જનતા અવિરત વિજય હાંસલ
કરતી રહી.
આ ઓછું હોય તેમ અલ્લાહાબાદની વડી અદાલતના ચુકાદાથી શ્રીમતી
ગાંધીની બગડતી જતી સ્થિતિ ઉપર એક વધુ ફટકો પડયો. ગુજરાતનાં પરિણામો
અસંતોષ અને અગ્નિજ્વાળા ૯

English translation

A political conference of intellectuals was held in Ahmedabad. Opposition parties of Gujarat
There was a discussion about how to get together and fight the election
"Loksangarsha Samiti" was born.
This fact is known to all from the results of the Uttar Pradesh assembly elections
It was understood that it was inevitable for the opposition parties to come together. People of Gujarat
But there was determination to bring the opposition forward in this direction. Jan Sangh
The AML executive acknowledged the need for a front in the Jammu meeting, Dhir
Dheere took the initiative to reach out to all parties. Parties in the name of 'Janata Morcha'
Gathered.
-Indira's fourth knock
For the first time after independence, the honor of fighting an election war "one against one".
Alloted to Gujarat. Even Mrs. Gandhi understood this challenge, its seriousness
gone They understand that electoral defeat will raise existential questions for them
It was not difficult for him, that is why he won the Gujarat elections unprecedentedly
Tried and staked his reputation. Worked day and night without ceasing, doing hundreds
But he tried to divert the public towards himself by holding more meetings, though
Tried unsuccessfully. Congress efforts to win Gujarat by any means succeeded.
It didn't happen, "Gujarati bride-to-be" didn't get enough.
The people of Gujarat did not let their minds be swayed and for the fourth time in a row
The people of Gujarat defeated Indira and made the Janata Front strong.
12th June 1975 proved to be a day that gave a new direction to Indian democracy.
To suppress the public agitation in Gujarat and the outcry of the common citizen
Mrs. Indira Gandhi and her colleagues used all their weapons
did, but each time they failed and the masses achieved uninterrupted victory
kept doing
Be that as it may, by the judgment of the Allahabad High Court Smt
Another blow to Gandhi's deteriorating condition. Gujarat Results
Discontent and Fire 9

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 25