Original Gujarati OCR
માટે જ તે વખતનાં વડાંપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતું =
“ગુજરાત વિધાનસભાના વિસર્જનની માગણીનો સ્વીકાર કરીને મેં એક ગંભીર ભૂલ
કરી છે.”
ગુજરાતની 62-35
વિધાનસભાના વિસર્જન પછી ગુજરાતની જનતા ન્યાયી ચૂંટણીઓ દ્વારા
પ્રજાકીય સરકાર બનાવવા તત્પર હતી, પરંતુ કોંગ્રેસ સરકાર એ ચૂંટણીમાં સંભવિત
પરાજય વહોરવા તૈયાર નહોતી. નવનિર્માણનો વિચાર બદનામ ન થાય ત્યાં સુધી
તે રાહ જોવા માગતી હતી, પરંતુ જનતાને એ સ્વીકાર્ય નહોતું.
ચૂંટણીઓની માગણી જોર પકડતી રહી. એ જ દિવસોમાં “ગુજરાત સંઘર્ષ
સમિતિ'ની સ્થાપના થઈ. આ રચનાની પાછળ અરસપરસના મતભેદો ભુલાવીને
એક કરવામાં શ્રી કે. ડી. દેસાઈ સહિત કેટલાક સંનિષ્ઠોના પ્રશંસનીય પ્રયત્નો હતા.
ગુજરાતમાં બધા પક્ષોએ ભેગા મળીને ચૂંટણીની માગણીનો પ્રારંભ કર્યો, કેન્દ્ર
સરકારને લડતનો કૉલ આપ્યો.
આ જ દિવસોમાં શ્રી મોરારજીભાઈએ આગળ આવીને ફરી એક વાર લડતનો
દોર પોતાના હાથમાં લીધો. તેમણે પુનઃ દિલ્હીમાં આમરણાંત ઉપવાસ કર્યા. નહીં
ઝૂકવાનો નિર્ધાર કરીને બેઠેલી કેન્દ્ર સરકારને ફરી એક વાર પ્રજાના અવાજ સામે
asd પડ્યું ને તેણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આપવાની જાહેરાત કરી.
ગુજરાતનો આ ત્રીજો વિજય હતો. ગુજરાત તેની હૅટ-ટ્રેક માટે ગૌરવ લઈ રહ્યું હતું.
આ ત્રણે લડતોમાં જનઆંદોલન દબાવવા માટે સરકારે આકાશપાતાળ એક
કર્યા હતાં. સામ, દામ, દંડ, ભેદની નીતિ અજમાવવા છતાં તેઓ જનતા સામે ટકી
ન શક્યા! તેમની “નઈ રોશની'ને હવે કાળો ડાઘ લાગી ગયો હતો.
કોંગ્રેસી સરકારો તેમના જ પાપે ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી. ગુજરાતની
ચૂંટણી અને ચરમ સીમાએ પહોંચેલું બિહારનું આંદોલન એ તેમની સામે પડેલા બે
મોટા પડકાર હતા.
ગુજરાતના જનઆંદોલને વિરોધપક્ષોને નજીક લાવવામાં ખૂબ અગત્યનો ભાગ
ભજવ્યો હતો. કોંગ્રેસી શાસકોથી કંટાળેલી જનતા પણ હવે કોઈ શક્તિશાળી
વિકલ્યની ઇચ્છા રાખતી હતી. ૧૯૭૫ના માર્ચની 22-23 એમ બે દિવસ માટે
૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
That is why the Prime Minister of that time Mrs. Indira Gandhi said in a statement =
“I made a grave mistake by accepting the demand for dissolution of the Gujarat Assembly
done.”
Gujarat 62-35
After the dissolution of the Legislative Assembly, the people of Gujarat through fair elections
People were willing to form a government, but the Congress government was likely in the elections
Defeat was not ready. Until the idea of a makeover is discredited
She wanted to wait, but it was not acceptable to the public.
The demand for elections continued to gain momentum. In the same days “Gujarat Struggle
Committee' was established. By forgetting the interactional differences behind this structure
In one Mr. K. d. There were laudable efforts by some Sannisthas including Desai.
In Gujarat, all parties have joined forces and started demanding elections, the Centre
Gave the government a call to action.
Within these days, Mr. Morarjibhai came forward and fought once again
took the lead. He fasted unto death again in Delhi. not
Once again the sitting central government is determined to bow down to the voice of the people
Asd fell and he announced assembly elections in Gujarat.
This was Gujarat's third victory. Gujarat was taking pride of place for its hat-track.
In order to suppress the public movement in these three battles, the government used Akashapatal one
had done Despite trying the policy of sam, dam, danda, bhed, they stood against the masses
Couldn't! His “Nai Roshni” was now tarnished.
Congress governments were besieged from all sides by their own sins. of Gujarat
Elections and the Bihar movement which reached its peak are the two that lay before him
It was a big challenge.
A very important part in bringing the opposition parties closer to the Gujarat mass movement
was played The masses are fed up with the Congress rulers but now someone powerful
Wanted to be cured. 22-23 March 1975 for two days
8 Gujarat in conflict