Sangharsh ma Gujarat — Page 22

Original Gujarati OCR

પરંતુ આ આંદોલનની એક કમનસીબી એ હતી કે આંદોલનને કોઈ સચોટ
માર્ગદર્શન આપી શકે તેવી પ્રતિભા કે કોઈ વિદ્યાર્થી સંગઠન નહોતું. પરિણામે લડત.
અનેક દિશાઓમાં ફંટાઈ ગઈ. સરકારી દમનથી ઇંછેડાયેલી પ્રજા તરફથી પણ
પ્રતિહિંસાના બનાવો બનતા ગયા, પરંતુ સરકારે તો એથીયે એક ડગલું આગળ
વધી ખરેખરું હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ગુજરાતના યૌવનને આડેધડ રહેંસી નાખતાં
એ ક્રૂર સરકારને જરા પણ ખચકાટ ન થયો.
આંદોલનને કચડી નાખવા માટે સરકાર તરફથી અનેકવિધ પ્રયત્નો થયા; તે
છતાં પ્રજા પોતાની માગણીઓ માટે અવિરત સંઘર્ષ કરતી રહી. ભ્રષ્ટાચાર પ્રત્યેની
ગુજરાતની જનતાની નફરત અને ઉગ્રતા જોઈને શ્રી જયપ્રકાશ નારાયણ પણ
પ્રભાવિત થયા. મૂલ્યોની જાળવણીના આગ્રહ માટે નિર્માણ પામેલ આ આંદોલનને
જ્યપ્રકાશજીનું નૈતિક સમર્થન સાંપડ્યું. તેઓ ગુજરાતમાંથી જ પ્રેરણા લઈ બિહાર
ગયા... પરિણામે એનો ચેપ વિસ્તૃત રૂપ ધારણ કરી દેશમાં ન ફેલાય એ હેતુથી
કેન્દ્ર સરકારે ચીમનભાઈ પટેલને રાજીનામું આપી દેવાનું સૂચન કર્યું; આમ છતાંય
ગુજરાતની જનતાને ચીમનભાઈનું રાજીનામું મેળવવા અવિરત અને અભૂતપૂર્વ સંઘર્ષ
ખેલવો પડ્યો. ઘણા યુવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. કેટલાક નિર્દોષ
યુવાનો મૃત્યુના ખપ્પરમાં હોમાઈ ગયા. ગુજરાતની ભૂમિએ જાણે કે ચંડિકાનું સ્વરૂપ
ધારણ કર્યું!સમગ્ર ગુજરાતમાં એક રક્તક્રાંતિ નિર્માણ થઈ. સમયની ગંભીરતા સમજી,
તેનાં સંભવિત પરિણામોથી ચેતી જઈ, ચીમનભાઈ પટેલે આખરે રાજીનામું આપ્યું.
શ્રી ચીમનભાઈના રાજીનામાથી આઝાદીનાં પચીસ વર્ષ પછી પહેલી જ વાર
જનતાનો પોતાની શક્તિમાં વિશ્વાસ વધ્યો.
વિધાનસભા વિસર્જન
જનતાના આ વિશ્વાસે તેને બે કકમ આગળ વધવા પ્રેરણા આપી. ફક્ત
ચીમનભાઈના રાજીનામાથી જ પ્રજા સંતુષ્ટ નહોતી બની, ચૂંટાયેલા સભ્યો પ્રત્યે તેનો
રોષ હતો. આંદોલનનું બીજું નિશાન ગુજરાત વિધાનસભા બની...ને વિધાનસભા-
વિસર્જનની માગણી અસ્તિત્વમાં આવી. ધીમે ધીમે તે માગણી પ્રબળ બની. એક
પરાજયથી વ્યથિત બનેલી, ધૂંધવાયેલી કેન્દ્ર સરકાર, બીજા પરાજય માટે તૈયાર ન
હોવાથી વિધાનસભા-વિસર્જનની માગણી સામે ઝૂકવા તૈયાર જ નહોતી... અને
§ સંઘર્ષમાં ગુજરાત

English translation

But one of the misfortunes of this movement was that the movement had no accurate
There was no mentoring talent or student body. The resulting fight.
Scattered in many directions. Even from the people suffering from government repression
Incidents of counter-violence kept happening, but the government was one step ahead
It really took a violent form. Leaving the youth of Gujarat indiscriminately
That cruel government did not hesitate at all.
There were several attempts by the government to crush the movement; that
However, the people continued to struggle for their demands. of corruption
Seeing the hatred and ferocity of the people of Gujarat, Mr. Jayaprakash Narayan also
was impressed. This movement is built to insist on the preservation of values
Got the moral support of Jayaprakashji. He took inspiration from Gujarat and Bihar
Gaya... As a result, its infection took an extended form and spread in the country with the intention
The central government suggested that Chimanbhai Patel resign; Even so
An unceasing and unprecedented struggle for the people of Gujarat to get Chimanbhai's resignation
Had to play. Many young people sacrificed their lives. Some innocent
The youth fell into the clutches of death. The land of Gujarat is known as Chandika form
Assumed! A bloody revolution was created in the whole of Gujarat. Realizing the seriousness of time,
Aware of its possible consequences, Chimanbhai Patel eventually resigned.
The resignation of Mr. Chimanbhai for the first time after twenty-five years of independence
People's confidence in their own power increased.
Dissolution of Assembly
This public confidence inspired him to go two steps further. only
The people were not satisfied with the resignation of Chimanbhai, his towards the elected members
There was anger. Another target of the movement is the Gujarat Legislative Assembly.
A demand for dissolution came into being. Gradually that demand became stronger. one
A beleaguered central government, traumatized by the defeat, is not ready for another defeat
As the assembly was not ready to bend to the demand of dissolution... And
§ Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 22