Original Gujarati OCR
શકે તે અશક્ય હતું. એની પાછળ પણ એતિહાસિક કારણો છે. પ્રજાકીય જાગૃતિના
પ્રારંભથી જ ગુજરાત અનેક મહાપુરુષોની જન્મ-કર્મભૂમિ રહ્યું છે; પરિણામે ગુજરાતને
રાષ્ટ્રીય લડત સાથે અને નેતાઓ સાથે નિકટનો સહવાસ મળ્યો છે. આ જ કારણે
આઝાદી પૂર્વે અને તે પછી પણ ગુજરાત વધુ સક્રિય અને જાગ્રત રહ્યું છે. દરેક
નાનામોટા રાષ્ટ્રીય અને પ્રજાકીય પ્રશ્ન અંગે ગુજરાતે હંમેશાં આગવી ભાત પાડી છે.
આ એતિહાસિક પૃષ્ઠભૂમિને જોતાં ગુજરાતમાં સળવળાટ થાય તે ખૂબ
સ્વાભાવિક હતું.
૧૯૭૩ના ડિસેમ્બરના અંતમાં મોરબીની એન્જિનિયરિંગ હોસ્ટેલના
ફૂડબિલમાંથી ઊભા થતા પ્રશ્નોએ વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નો માટે આંદોલન કરવા
Dal. થોડાક જ દિવસો બાદ ૧૯૭૪ની ચોથી જાન્યુઆરીએ તેનો ચેપ અમદાવાદની
એલ.ડી. એન્જિનિયરિંગની હોસ્ટેલ સુધી પહોંચ્યો. તત્કાલીન શિક્ષણમંત્રી શ્રીમતી
આયશાબેગમ શેખ પણ નિષ્ક્રિય સરકારનું પ્રતીક હતાં. તેમણે આ આંદોલનમાં
જનસંઘનો “હાથ' જોયો!
વિદ્યાર્થી-આલમ હવે રીતસર ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગે ચડી. માગણીઓનું સ્વરૂપ
તેના મૂળ તરફ ગતિ કરવા લાગ્યું અને એ વિકરાળ સ્વરૂપને અંકુશમાં લેવા સરકારી
દમનદોર સખત બનતો ગયો. છેવટે ભ્રષ્ટાચારના મૂળમાં કોંગ્રેસ ને તેના નેતાઓ
છે એમ અનુભવાતાં તેને દૂર કરવાનો ser કરાયો. ગુજરાતમાં જ નહીં, પણ રાષ્ટ્રની
રાજકીય ક્ષિતિજે “ગુજરાતનો વિદ્યાર્થી' ચમકી ગયો.
અનેક પૂરક બળો અને અસંતોષને કારણે નવનિર્માણ આંદોલન પ્રસરતું.
પ્રસરતું પ્રભાવશાળી બનતું ગયું; પરિણામે સમાજના દરેક વર્ગનો આ આંદોલનને
ટેકો મળ્યો - જોકે કોંગ્રેસનો આંતરિક કલહ પણ આ આંદોલનને વિસ્તારવામાં
કારણરૂપ બન્યો. હવે એ માત્ર વિદ્યાર્થીઓનું જ નહીં, પણ ગુજરાતની સમસ્ત પ્રજાનું.
આંદોલન બની ગયું. સરકારના દમન સામે જનતાએ તેનો સામનો પણ ખૂબ
નિર્ભીકતાથી કર્યો.
મદાંધ બનેલી કોંગ્રેસી સરકાર માટે આઝાદીનાં પચીસ વર્ષ પછી પહેલી વારનો
આ જબ્બર પડકાર હતો. જનતાએ આજ સુધી પ્રજાકીય તાકાતનો અસ્વીકાર કરનારા
નેતાઓને પોતાનો પરચો બતાવવાનું શરૂ કર્યું. થોડુંક પણ લાંબું જોઈ શકનારા
કોંગ્રેસીઓ આ આંદોલનથી ભયભીત બન્યા.
અસંતોષ અને અગ્નિજ્વાળા પ
English translation
It was impossible. There are historical reasons behind it too. of public awareness
Since the beginning, Gujarat has been the birthplace of many great men; Consequently to Gujarat
There has been a close association with the national struggle and with the leaders. This is why
Gujarat has been more active and vigilant even before and after independence. everyone
Gujarat has always been prominent in national and communal issues.
Given this historical background, there is a lot of wiggle room in Gujarat
It was natural.
At the end of December 1973, Morbi's Engineering Hostel
Questions arising from the food bill to prompt students for their own questions
Dal. A few days later, on January 4, 1974, he was infected in Ahmedabad
L.D. Reached the engineering hostel. The then Education Minister Smt
Aisha Begum Sheikh was also a symbol of dysfunctional government. He in this movement
Jan Sangh's "hand" seen!
Student-Alam now waged a war against corruption. Form of demands
The government began to move towards its roots and control the monstrous form
Damandor became stricter. Ultimately the Congress and its leaders are at the root of corruption
It was felt that it was removed. Not only in Gujarat, but the nation
The "Student of Gujarat" shined on the political horizon.
Due to several complementary forces and discontents, the Navnirman movement spread.
Diffusion became dominant; As a result every section of the society to this movement
The movement received support - although internal strife within the Congress also expanded the movement
Caused. Now it is not only for the students, but for the entire people of Gujarat.
became a movement. The public also faced the oppression of the government
Done fearlessly.
The first time after twenty-five years of independence for the Congress government that became Madandah
This was a huge challenge. People have rejected public power till date
Started showing his papers to the leaders. Those who can see even a little longer
The Congressmen became afraid of this movement.
Dissatisfaction and fire