Original Gujarati OCR
“ઢાંટ્યાખેંચ'ની પ્રવૃત્તિઓ આદરી. સત્તાની પડાપડી માટેની બેફામ લૂંટ ૧૯૭૨ના
જુલાઈ માસના પ્રારંભથી જ આરંભાઈ. એનું પરિણામ એ આવ્યું કે હવે ધારાસભ્યોના
પણ ભાવ બોલાવા લાગ્યા. ઉપરથી મુકાયેલા ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાત કોંગ્રેસ
કે તેની સરકારને સાચવી ન શક્યા, પરિણામે ઓઝા-સરકારનું પતન થયું.
આ ઘટનાએ ગુજરાતની પીડિત જનતાના ઘા પર મીર્ઠું ભભરાવવાનું જ કામ
કર્યું. પોતાનું પ્રધાનમંડળ રચવા ગુજરાતમાં પાણીની જેમ પૈસાનો દુર્વય કરવામાં
આવ્યો. કાવાદાવામાં કુશળ અને ભૂતકાળમાં રાજકારણમાં અસ્થિરતા નિર્માણ કરીને
કુખ્યાત બનેલા શ્રી ચીમનભાઈ પટેલ “પ્રપંચવટી'ના નાટક પછી સરકાર રચવામાં.
સફળ નીવડ્યા. વહીવટી કાર્યદક્ષતા હોવા છતાંય તેમણે જનતા માટે કશું જ કર્યું
નહીં. તેમનું ald, કુટિલ રાજકારણ પાછળથી તેમને જ ભારે પડ્યું. ફરીવાર
કોંગ્રેસનાં જૂથોનો આંતરિક સંઘર્ષ તીવ્ર બન્યો. ફરી એક વાર પ્રજાજીવન અને રાજ્યના
સૂત્રધારો વચ્ચેની ખાઈ હતી તેથીય મોટી થતી ગઈ.
આ બધાંની સામે સમાજનાં નાનાંમોટાં જૂથો તરફથી “સાત્વિક છમકલાં' થવા
લાગ્યાં, “જે કાંઈ ચાલી રહ્યું છે તેની સાથે અમે તો નથી જ' તેવું દર્શાવનારાઓનું
સંખ્યાબળ વધતું જતું હતું અને તક આવતાં પોતાના વિચારોનું પ્રાગટ્ય પણ ad
હતું. પોતાના જ દુર્વ્વવહારને કારણે ગુજરાતના સૌ નાના-મોટા કોંગ્રેસી નેતાઓની
ટીકાટિપ્પણી ખૂબ સસ્તી બની ગઈ હતી.
ચોરે ને ચૌટે સભાઓ ગજવીને નૈતિક મૂલ્યોની વાતો કરનાર કહેવાતા
નેતાઓના હાથે જ નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો હતો. રોજબરોજ થતું લોકશાહી
મૂલ્યોનું ધોવાણ તેમને મન એક રમત જેવું થઈ ગયું હતું; પરિણામે ગુજરાતની જનતા
એ મૂલ્યોના ધોવાણથી અકળાવા માંડી. તેની ચારેબાજુનું વાતાવરણ - તે પછી
રાજકીય હોય યા સામાજિક - સત્તાધીશો દ્વારા એટલું બધું કલુષિત થઈ ગયું હતું
કે તેની સામેનો જનતાનો વિરોધ જાહેરમાં પ્રદરિત થતો ગયો અને ૧૯૭૩ના અંત
સુધીમાં તો જનતાની આ વેદનાએ કોઈ ને કોઈ રીતે વિકરાળ રૂપ ધારણ કરવાનો
પ્રારંભ કર્યો.
પ્રજાકીય ચેતનાનાં દર્શન
કાંઈક શાંત પ્રકૃતિ ધરાવતું ગુજરાત આ બધી ઘટનાઓનું મૂક સાક્ષી બની
૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
Activities of "Dhantyakhench" 1972 Unbridled robbery for power grab
It started from the beginning of July. The result was that now the MLAs
But prices began to rise. Ghanshyambhai Ojha placed from above Gujarat Congress
nor could he save his government, resulting in the downfall of the Oza-government.
This incident only served to rub myrrh on the wounds of the suffering people of Gujarat
did Misusing money like water in Gujarat to form his own cabinet
came Skilled in blackmail and creating instability in politics in the past
Infamous Mr. Chimanbhai Patel in forming the government after the play of “Prapanchavati”.
Succeeded. Despite his administrative efficiency, he did nothing for the people
not His ald, crooked politics later cost him dearly. again
The internal conflict of the Congress factions intensified. Once again the life of the people and the state
The gap between the Sutradharas got bigger.
In front of all this, there will be "satvik chamklaan" from small groups of society
"We are not with what is going on"
The numerical strength was increasing and when the opportunity came, the prominence of one's ideas also ad
was Due to his own misbehavior, all the big and small Congress leaders of Gujarat
Commentary had become very cheap.
Chore Ne Chaute was said to talk about moral values by crowding the meetings
At the hands of the leaders, moral values were being eroded. Everyday democracy
The erosion of values had become a mind game to him; As a result the people of Gujarat
The erosion of those values started to bother. His surroundings - after that
So much was corrupted by the authorities be it political or social
That public opposition against him became public and at the end of 1973
By now, this suffering of the public will assume a terrible form in some way
started
Visions of public consciousness
Gujarat, which has a somewhat calm nature, became a silent witness to all these events
4 Gujarat in conflict