Sangharsh ma Gujarat — Page 19

Original Gujarati OCR

થતું, મૃતપ્રાય અવસ્થામાં પડ્યું હતું.

સરકારી ભ્રષ્ટ-નીતિઓને કારણે સામાન્ય જનતાની આવશ્યકતાઓનો
સરકારને કોઈ ખ્યાલ જ રહ્યો નહોતો; એથી દેશભરમાં મોંઘવારીએ પણ માઝા
મૂકી હતી. અસહ્ય મોંઘવારીએ સામાન્ય માનવીને જીવન જીવવાનું પણ દોહ્યલું બનાવી
દીધું હતું. ગરીબી હટાવો'ના સૂત્રોચ્ચારથી પ્રભાવિત થઈ અનેક આશાઓ, અરમાનો
અને અપેક્ષાઓ સાથે જેમને સત્તાનાં સૂત્રો સોંપ્યાં હતાં તેઓ જ “નફ્ફટ' બની ગયા
હતા.

ગુજરાતનો સામાન્ય નાગરિક મોંઘવારીની ભીંસમાં વધુ ને વધુ ભીંસાતો જતો.
હતો. કુટુંબના દરેક સભ્યને સવારથી સાંજ સુધી કોઈ ને કોઈ ક્યૂમાં ઊભા રહી
ખરીદી માટેના નંબરની રાહ જોવી પડતી અને આમ છતાંય પોતાને જોઈતી વસ્તુ
પોતાનો કરમ આવતાં સુધીમાં મળશે જ તેની ખાતરી નહોતી! પરિણામે “માલ
ખલાસ'નું પાટિયું જ્યારે અચાનક લગાવી દેવાય, ત્યારે સામાન્ય નાગરિકની દુઃખદ
મનઃસ્થિતિનું વર્ણન કરવું ખરેખર મુશ્કેલ છે.

આસમાને ચડતા ભાવો અને જીવનજરૂરિયાતોની ચીજોની અછત હતી ત્યાંય
પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા નેતાઓ જનતાની આંખમાં કણાની જેમ ખૂંચવા
લાગ્યા. આમેય ગુજરાતની પ્રજામાં ગળથૂથીમાં જ આ બધું હંમેશ માટે સહન કરવાનો
સ્વભાવ નથી; પરિણામે આ દુઃખદ પરિસ્થિતિ સામે જનતાનો આક્રોશ વ્યક્ત થાય
તેમાં કંઈ જ આશ્ચર્ય નહોતું.

આ બધી પરિસ્થિતિ માટે સરકાર કે નેતાઓની કોઈ પણ જાતની જવાબદારી
ન હોય તે પ્રકારે તેઓ પોતાના રાજકીય કાવાદાવાઓમાં રચ્યાપચ્યા જ રહેતા હતા.
૧૩૯ની સભ્યસંખ્યા ધરાવતી “ગુજરાત વિધાનસભા કોંગ્રેસ'ને પોતાનો નેતા
બહારથી લાવવો પડ્યો! ઘનશ્યામભાઈ ઓઝાની સરકારથી કોંગ્રેસ પક્ષમાં જ
અસંતોષ વધ્યો. સરકારી તંત્ર પર તેમની સરકારનો કોઈ જ પ્રભાવ નહોતો. પોતાના
સાથીઓનો પણ પૂર્ણ સહયોગ તેમને નહોતો... છતાંય થોડા સમય સુધી તો તેમણે
ગુજરાતનું ગાડું ગબડાવ્યે રાખ્યું.

અધૂરા, અધકચરા નિર્ણયો વહીવટી તંત્રની જટિલતા અને પ્રજાની હાલાકીમાં
ઉમેરો કરતા રહ્યા; પરિણામે પ્રજાનો વિરોધ અદશ્ય સ્વરૂપે ખળભળવા લાગ્યો ને
જ્યારે પ્રજાની હાડમારીએ માઝા મૂકી તે સમયે જ સત્તાભૂખ્યા કોંગ્રેસી જૂથવાદે
અસંતોષ અને અગ્નિજ્વાળા ૩

English translation

He was lying dead.

Common public needs due to government corrupt policies
The government had no idea; That's why the inflation in the country also affected me
was put Unbearable inflation has made it difficult for the common man to even live
had given Many hopes, aspirations were influenced by the slogan 'Eliminate Poverty'
And with expectations those who were entrusted with the formulas of power became “Nuffts”.
were

The common citizen of Gujarat was getting more and more overwhelmed by inflation.
was Every member of the family had to stand in some queue from morning till evening
Had to wait for a number to buy and still wanted something
He was not sure that he would get his karma by the time he arrived! Consequently “goods
When the plank of 'Khalas' is suddenly imposed, the grief of the common citizen
The state of mind is really hard to describe.

There were skyrocketing prices and scarcity of essentials
Leaders who embezzle people's money are like specks in the eyes of the people
took We, the people of Gujarat, have to endure all this forever
No nature; As a result, public outrage is expressed against this sad situation
There was nothing surprising about it.

Any kind of responsibility of government or leaders for all this situation
Otherwise, he was always absorbed in his political arguments.
"Gujarat Vidhan Sabha Congress" having 139 members as its own leader
Had to bring in from outside! From Ghanshyambhai Ojha's government to the Congress party itself
Discontent grew. His government had no influence on the government system. own
He didn't have the full support of his colleagues either... although he did for some time
The cart of Gujarat was kept upside down.

Incomplete, wasteful decisions add to the complexity of the administrative system and the plight of the public
keep adding; As a result, people's opposition started stirring in an invisible form
When the hardships of the people left me alone, the Congress faction came to power
Discontent and Fire 3

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 19