Sangharsh ma Gujarat — Page 66

Original Gujarati OCR

આમ છતાં પણ “જનતા છાપું' લાંબા સમય સુધી ન ચાલી શક્યું. તે દર
દસ દિવસે એક કે બે વાર પ્રસિદ્ધ થતું હતું. અંતમાં “જનતા છાપું' જનતા સરકારના
પતન પહેલાં જ બંધ થઇ ગયું. આ અરસામાં 'સાધના'એ પણ બધી જ જાતના
સમાચારો છાપવાનો પ્રારંભ કર્યો હોઈ લોકોને ભૂગર્ભપત્રની આવશ્યકતા ઓછી
જણાતી હતી. “સાધના' દ્વારા તેમને બધા જ સમાચારો મળી રહેતા હતા.

“જનતા UY માટે આવશ્યક સમાચારો, પ્રચાર-પ્રસાર માટેનું વ્યવસ્થિત તંત્ર,
વિશાળ વાચકવર્ગ આ બધું હોવા છતાં તેના છાપકામનો પ્રશ્ન ઘણો વિકટ હતો.

“સાધના પ્રકાશન મુદ્રણાલય' અને “ધરતી મુદ્રણાલય' જેવાં છાપખાનાં આ
પ્રકારનું સાહિત્ય છાપવા હિંમત કરે તેવાં હતાં, પરંતુ આ બન્ને પ્રેસ એટલાં બધાં
જાણીતાં હતાં કે તેમનો ઉપયોગ કરવામાં સામે ચાલીને જોખમ ઊભું કરવા જેવું,
Sd... આથી ઓછા જાણીતા પ્રેસની જરૂર ઊભી થઇ. મોરચાનું શાસન હોવાથી
કેટલાક પ્રેસમાલિકો આ કાર્ય માટે તૈયાર પણ થયા.... છતાંય આવા પ્રેસ ઉપર પોલીસ
ઘણી વાર આવી જતી. અમદાવાદમાં એક પ્રેસ પકડાઈ ગયું, તો વડોદરામાં પોલીસ
આવી પહોંચતાં “કંપોઝ' કરેલ છાપાના ફર્માને ud કરી નાખવો પડયો. આમ
મોરચાની સરકાર હોવા છતાંય છાપકામની વ્યવસ્થા ઊભી કરવાનું ખૂબ મુશ્કેલ
બની ગયું હતું.

પાછળથી સંઘના સુરતના કાર્યકર્તા શ્રી ચંપકભાઈ સુખડિયાની મદદથી
સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસની વ્યવસ્થા થઈ, ઉપરાંત શ્રી પ્રભુદાસભાઈના પ્રયત્નથી “જનતા
સમાચાર' અને બિપિનભાઈ દેસાઈ વગેરેના પ્રયત્નોથી “દાંડિયો' પણ પ્રસિદ્ધ થવા
લાગ્યાં, જોકે તેના પ્રસાર-પ્રચાર મર્યાદિત હતા.
૫૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

Even so, the "Janta Print" could not last for long
It was published once or twice in ten days. In the end “Janta Chhapu” of Janata government
Stopped before the fall. In this era, 'Sadhana' is also of all types
As news started to be printed, people had less need for underground papers
seemed He used to get all the news through 'Sadhana'.

“Essential news for the masses, systematic system for dissemination,
A large readership Despite all this, the problem of its printing was very serious.

These printing houses like 'Sadhana Prakashan Mudranalaya' and 'Dharti Mudranalaya'
There were those who dared to print type literature, but these two presses so much
It was known that using them was like running ahead and creating danger.
Sd... This created the need for a lesser known press. Since Morcha rule
Some press owners even prepared for this task.... However, the police over such presses
Used to come often. A press was caught in Ahmedabad, police in Vadodara
Arriving at this, the “composed” print form had to be discarded. Thus
It is very difficult to establish a printing system even with a front government
had become

Later with the help of Mr. Champakbhai Sukhdia, a Surat activist of the Sangh
A printing press was arranged in Surat, besides the efforts of Shri Prabhudasbhai “Janata
Samachar' and the efforts of Bipinbhai Desai etc. to make "Dandio" popular
took place, although its circulation was limited.
50 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 66