Sangharsh ma Gujarat — Page 15

Original Gujarati OCR

કારણે લોકશાહીના શત્રુઓએ જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર કરવી પડી. કટોકટી
પહેલાંના તે કપરા કાળમાં જ્યારે જ્યારે મેં ગુજરાતની મુલાકાત લીધી ત્યારે મેં મારી
સગી આંખે ત્યાંના યુવાન ક્રાંતિકારીઓમાં સામાજિક-રાજકીય જીવન માટે સંપૂર્ણ
ક્રાંતિની ઝંખના અને ઉત્સાહ જોયાં છે.

કટોકટી સામેની લડતમાં ગુજરાત હંમેશાં મોખરે રહ્યું. આ સંઘર્ષના અગ્રેસર
કાર્યશીલોમાંના એક શ્રી નરેન્દ્ર મોદીએ પોતે લોકશાહીની લડત અને તેના અંતિમ
વિજયની ગાથા આલેખી છે તે આપણે માટે તૃપ્તિકર ઘટના છે. પુસ્તકની ત્રીજી
WAR પુસ્તકની પ્રસ્તુતતા અને લોકપ્રિયતાની શાખ પૂરે છે.

પચીસ વર્ષ વીતી ચૂક્યાથી ઘણા ભારતીય પ્રજાજનોને કટોકટી વીસરાઈ ગયેલી
જૂની વાત લાગે, ૧૯૭૫ પછી જન્મેલા લોકોને તો કટોકટીનો પોતીકો જાતઅનુભવ
પણ નથી અને છતાંય આપણે ભારતના સ્વાતંત્ર્યોત્તર કાળના આ કાળા પ્રકરણનું
સ્મરણ કરીએ છીએ, ફક્ત એટલા માટે કે જેથી આપણે આપણી મહામૂલી લોકશાહી
રજ્યવ્યવસ્થાનું કોઈ પણ ભોગે જતન કરવાનો દેઢ સંકલ્પ કરી શકીએ. બંધારણે
ચિંધેલા માર્ગથી વિપરીત વાટે વળ્યાની કટોકટીની ખતરનાક ઘટનામાંથી આ દેશની
પ્રજા અને ખાસ કરીને રાજકીય વર્ગોએ પાઠ લેવાનો છે. ફરી કદી તે માર્ગે ન જવા
માટે પ્રતિજ્ઞાબદ્ધ થવાનું છે. આપણી લોકશાહી વ્યવસ્થાને Wadi અને જાળવતાં
મૂળભૂત મૂલ્યોને ભેગાં મળી આપણે મજબૂત કરવાનાં છે. વ્યક્તિ, ગમે તેટલી મોટી
હોય; પક્ષ ગમે તેટલો સમર્થ હોય; પણ રાષ્ટ્રનાં હિતો સર્વોપરી છે, તે બધાં કરતાં
ઉપર છે, તે હિતોની પવિત્રતાને આંચ આવવી ન જોઈએ.

આ પુસ્તક કટોકટીના અનુભવોને ફરી એક વાર સ્મરણપટ પર લઈ આવે
છે. વાચકોને તે ભારતનાં લોકશાહી ખમીર ને ખુમારી તથા પ્રજાસત્તાક પદ્ધતિ પ્રત્યે
પુનર્સમર્ષિત કરશે. તેમ કરવામાં કારણભૂત બનવા માટે હું શ્રી નરેન્દ્ર મોદીને
અભિનંદન આપું છું.

ABRAM a NA
(અટલવિહારી વાજપેયી)
૧૫

English translation

Due to this, the enemies of democracy had to declare Emergency in June 1975. emergency
When I visited Gujarat during those difficult times before, I killed
Perfect for the socio-political life among the young revolutionaries there
The longing and enthusiasm of the revolution has been seen.

Gujarat has always been at the forefront in the fight against crisis. The leader of this struggle
One of the workers, Shri Narendra Modi himself, fought for democracy and its end
It is a satisfying event for us that Vijay's saga is being chronicled. Third of the book
WAR credits the book's presentation and popularity.

Twenty-five years have passed and many Indian citizens have forgotten the crisis
As old as it may seem, people born after 1975 have had their own experience of crisis
But not and yet we are in this dark chapter of India's post-independence period
Remember, just so that we our precious democracy
We can make a bold resolution to preserve the polity at any cost. by constitution
This country from the dangerous phenomenon of turning contrary to the marked path
The people and especially the political classes have to learn a lesson. Never go down that road again
To be committed to. Wadi and maintain our democratic system
Together we have to strengthen the basic values. A person, however big
have; Whatever the party may be capable of; But the interests of the nation are paramount, above all
Above, the sanctity of those interests should not be affected.

This book brings back the experiences of the crisis once again
is To the readers, it is the democratic leaven and blight of India and the republican system
Will review. I to Mr. Narendra Modi for being the cause of doing so
Congratulations.

ABRAM a NA
(Atalvihari Vajpayee)
15

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 15