Original Gujarati OCR
ચિતાર અને ચિત્કાર
શ્રી નરેન્દ્ર મોદી વિશે મારા મનમાં અત્યંત ઊંડી અને ઉમદા મુદ્રા છે. એ કેવળ
વચન અને પ્રવચનના માણસ નથી, આચરણના માણસ છે. લાચારસંહિતાના જીવ નથી
પણ આચારસંહિતાના આદમકદ પુરુષ છે.
ભારતમાં જ્યારે કટોકટી લદાઈ ત્યારે સમગ્ર પ્રજાના જે જીવંત માણસો છે અને
હતા એમને સૌને એક વાત અવશ્ય લાગી કે કટોકટી એ બીજું કશું નહીં પણ લોકશાહીનું
લાંછન છે. શાસન હોય પણ એ શાસનનું ગૌરવ ત્યારે જ કહેવાય જ્યારે શાસનકર્તા
અને પ્રજા વચ્ચે શિસ્ત અને સંવાદ હોય. શાસન જ્યારે દુઃશાસનમાં પરિણમે ત્યારે
લોકશાહીની સ્થિતિ ભરસભામાં દ્રૌપદી જેવી થાય.
કટોકટીનો વિરોધ અનેક નરપુંગવોએ કર્યો. દરેકે પોતપોતાની રીતે કર્યો. કેટલાકે
મળેલા માનઅકરામ, ખિતાબો અને પદો પાછા આપી દીધા. વિરોધને કારણે wad
પણ પડ્યું. જેલો ભરાઈ ગઈ, ઊભરાઈ ગઈ. યાદ છે ત્યાં સુધી ઉમાશંકરે “સંસ્કૃતિ'નું
પહેલું પાનું તદ્દન કોરું છાપ્યું હતું. આ કટોકટીકાળ દરમ્યાન એ. તત્કાલીન સરકારની
શેખીને ગાંઠે નહિ એવા કેટલાય માણસો હતા. તેમણે અન્યાયની સામે પોતાનો અવાજ
ઉઠાવ્યો. અંગ્રેજોની ગુલામીને હંફાવીને હંકારી મૂકનારી પ્રજા આપણી પોતાની જ સરકાર
વૈયક્તિક અને સામૂહિક સ્વાતંત્ર્ય ખૂંચવી લે એ કેમ સાંખી શકે? સત્તાધારી માણસ
પોતાની લગામનો ચાબુક તરીકે ઉપયોગ કરે તો કેટલાક વિરલ પુરુષો પોતાનું બધુંયે
ફગાવીને શહીદ થવા તૈયાર જ હોય છે.
આ પુસ્તકમાં શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સંઘર્ષ થયો એનો દસ્તાવેજી
ચિતાર આપ્યો છે અને ચિત્કાર સંભળાવ્યો છે. આ પુસ્તક એટલે આપણા સૌની એક
વખતની વ્યથા અને કથા અને અંતે આપણને આપણા જ પુરુષાર્થથી મળેલા વિજયની
ગાથા.
આવા પુસ્તકોનું ઔતિહાસિક અને દસ્તાવેજી મૂલ્ય છે એ વાતમાં સૌ સંમત થશે.
આ પુસ્તકના પ્રકાશનનો અમને સૌને આનંદ છે.
સુ. દ.
દુ
English translation
Chitar and Chitkar
I have a very deep and noble impression of Shri Narendra Modi. Just that
Not a man of words and speeches, but a man of action. There is no life of helpless code
But he is a full-sized man of code of conduct.
When the crisis hit India, the entire nation who are living beings and
They all felt one thing for sure that the crisis is nothing but democracy
There is a stigma. There is rule but the glory of that rule is said only when the ruler
And there should be discipline and dialogue among the people. When governance results in misrule
The state of democracy is like Draupadi in the assembly.
Many people opposed the emergency. Everyone did it in their own way. Some
He returned the honours, titles and positions received. wad due to opposition
But fell. Jails are full, overcrowded. As long as I can remember, Uma Shankar's "Culture".
The first page was printed completely blank. During this emergency period a. of the then Govt
There were many men who did not boast. He raised his voice against injustice
Raised Our own government is a nation that flaunts the slavery of the British
Why can the individual and collective freedom be taken away? Man in authority
A few rare men use their reins as whips
They are ready to be rejected and martyred.
In this book, Shri Narendra Modi documented the struggle that took place in Gujarat
Chitar has been given and Chitkar has been recited. This book is one of us
The pain and story of the times and finally the victory we get from our own masculinity
saga.
Everyone will agree that such books have historical and documentary value.
We are all delighted with the publication of this book.
Su. d.
Du